Sunday, April 8, 2012

WEL COME TO MYBLOG

પ્રિય મિત્રો,
મારા બ્લોગમાં આપનુ હાર્દિક સ્વાગત છે. 

હવે આપણે મળીશું એક નવા જ સ્વરૂપ માં મારી નવી શાળા એવી 

થોળ પગાર કેન્દ્ર શાળા ના મુખ્ય શિક્ષક થી 

બાળમેળો..........એટલે.......બાળમેળો......... 

તારીખ ૨૬/૨/૨૦૧૩ ના રોજ અમારી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન દ્વારા એક સુન્દર આયોજન દર્શાવતો પત્ર આપવામાં આવ્યો હતો.તેના આધારે શાળા કક્ષાએ  અમે સુન્દર આયોજન કર્યું.અહીં આપ જોઇ રહ્યા છો બાળમેળાની કેટ્લીક બોલતી તસ્વીરો......
સપનાના રંગો અને જીવનની સુગન્ધ થકી બનાવી આજ રંગોળી

                                                  



           






                                 









તારીખ : ૧૮/૨/૨૦૧૩ થી તારીખ : ૨૩/૨/૨૦૧૩ ના રોજ અમારીશાળામાં વાચનસપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું.જેમાં એક અઠવાડીયા સુધી દરરોજ એક એક પ્રવૃતી અને દરરોજ એકપ્રોજક્ટ બાળકો દ્વારા કરવામાં આવ્યો.



















 મુખવાચન



















વર્તમાનપત્રવાચન

 



       




સહપાઠીને વાંચન


















પુસ્તક વર્ગીકરણ

SMC PRI   તાલીમ 
                            તારીખ : ૧૮/૨/૨૦૧૩ થી તારીખ : ૨૧/૨/૨૦૧૩ ના રોજ અમારીશાળામાં SMC PRI તાલીમ નુ આયોજન કરવામાં આવ્યું.ત્રણ દિવસ દરમ્યાન શાળા કક્ષાએ તાલીમ ચાલી અને ચોથા દિવસે અમારા ગામની નજીકના ગામમાં આવેલી તરસનીયા પ્રા.શાળામાં એક્ષપોઝર વીઝીટમાં જવાનુ થયુ.ત્યાં બીજી એક શાળાના સભ્યોપણ આવ્યા હતા.આખો દિવસ અમારા સભ્યોએ બીજી બે SMC ના સભ્યો સાથે દિવસ પસાર કર્યો અને ખુબ જ ઉત્સાહ સાથે પરત ગામમાં આવ્યા. 



 SMC તાલીમ
 




 




 એક્ષપોઝરની એક    ઝલક












ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરાને , 
જંગલની કુંજ કુંજ જોવી તી, 
જોવીતી કોતરોને જોવી તી કંદરા, 
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી. 
                                 સુના સરવરીયાની સોનેરી પાળે , 
                                 હંસોની હાર મારે ગણવી હતી, 
                                 ડાળે ઝુલંત કોક કોકિલને માળે, 
                                 અંતરની વેદના ગણવી હતી. 
એકલા આકાશ તળે ઉભીને એકલો, 
 પડઘા ઉરબોલના ઝીલવા ગયો, 
વેરાયા બોલ મારા ,ફેલાયા આભમાં , 
એકલો અટુલો ઝાંખો પડ્યો, 
                                આખો અવતાર મારે ભમવાતા ડુંગરિયા, 
                                જંગલની કુંજ કુંજ જોવી ફરી, 
                                ભોમિયો ભૂલે એવી ભમવી તી કન્દરા , 
                                અંતરની આંખડી લ્હોવી રે... 
                     તારીખ :  ૮/૧૨/૨૦૧૨ને શનિવારના રોજ ધોરણ-7 ના વિદ્યાર્થીઓને લઇ ગામના તળાવની મુલાકાતે જવાનુંઆયોજન કર્યું.આયોજન મુજબ સાથે કેમેરા અને બાયનોક્યુલર લઇને તળાવ તરફ જવ નિકળ્યા.મારી શાળા થોળ પક્ષી અભ્યારણ્યથી ખુબ જ નજીક હોવાથી તળાવની મુલાકાત નો અમારો આશય મુખ્યતો પક્ષી દર્શનનો હતો. 
                       રસ્તામાં જતાં જ શરુઆત કુદરતના સંગાથથી થઇ.ગામની ગાયો અને ભેંસો ચરવા માટે જતી હતી.તે ટોળાની સાથે સાથે અમે પણ તળાવ પહોંચી ગયા.રસ્તામાં ભેંસો ક્યાંક સાહેબને વગાડે નહી તેની ચિંતા બાળકો કરતા હોય તે હું જોઇ રહ્યો હતો અને તે પરથી મને લાગ્યુ કે આજ ના કાર્યક્રમમાં બધાને રસ છે. 
                      તળાવ પાસે પહોંચ્યા એટલે તળાવમાં તરતી અને ઉપર ઉડતી બતક જોવનો અને ફોટોગ્રાફી કરવની ખુબ જ મજા આવી.ત્યાર બાદ જે જે વૃક્ષો ઉપર પેંટેડ સ્ટ્રોક માળા બનાવે છે તે ઝાડની મુલાકાત લીધી.તે પછી આ તળાવા બનાવવા માટે મહારાજા સયાજીરાવ ના સમયમાં મળેલી ભેટ ની તકતીનું વાંચન કર્યુ.આ તળાવ ની આસ પાસ ખુબ જ સુન્દર ઝાડી આવેલી છે.તેમાં આવેલી નાની નાની દેરીઓ ની મુલાકાત લીધી અને તમામ ડોક્યુમેન્ટરી સાથે શાળામાં પરત આવ્યા અને સાથી મિત્રો સાથે ચર્ચા કરી .  





આઇ દીપાવલી ......  
 મિત્રો, 
     પાંચ માસના પ્રથમ સત્રમા બાળકોએ પ્રવેશોત્સવ થી લઇને રક્ષાબન્ધન,સ્વાતંત્રદીન,જન્માષ્ટમી,નવરાત્રી તેમજ નાના નાના તહેવારો ની મજા લેતાં લેતાં તેમણે કરેલી તૈયારીઓ એક કાગળ ઉપર પોતની પેન ના સહારે આંકીને મારા હાથમાં ઉત્તર વહી સ્વરુપે સોંપી દીધી.પરંતુ તેને તો ક્યાં ખબર હતી કે મારી તૈયારીનુ મુલ્યાંકન તો સત્ર શરૂ થયુ ત્યારથી જ થઇ રહ્યુ છે. એક તરફ સતત જેમની સાથે જોડાઇ રહીએ છીએ તેવા  વ્હાલા બાળકોથી આનંદના સમયે 20 દિવસ સુધી દુર રહેવાનુ અને પોતાના પરીવાર સાથે સતત 20 દિવસ સુધી રહેવાનુ..આમાં કેવી રીતે આનંદ મેળવવો તે જ સમજાતુ નથી.પરંતુ બાળકોને પણ દીવાળી પોતાના પરીવાર સાથે કરવાની સહજ રીતે વધારે ગમે છે તેથી તેમને છોડવા માટે મન તૈયાર થાય છે. 
                       તો ચાલો મિત્રો નવા વર્ષને કઇક નવા જ રંગોથી ભરવા માટે આ દીપાવલીની રંગોળી ને શણગારીએ અને નવા સંકલ્પ સાથે સૌ છુટા પડીએ. 
સૌ ને જય શ્રી કૃષ્ણ 
 ગણેશચતુર્થી
ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામા આવે છે.જેને ગણેશ ચતુર્થી અને કલંક ચોથ ના નામે પણ ઉજવવામાં આવે છે.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભિમબલી નામની જગ્યાએ ગયા.આ તરફ પાર્વતીજી એ પોતના ઉબટનમાંથી એક પુતળું બનવી તેમં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ આપ્યુ અને તેને ગુફની બહાર બેસડી દીધા.થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશજીએ અન્દર જતાં રોક્યા.આથી ક્રોધિત થયેલા ભગવાન શંકરે ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ.પાર્વતીજી શિવની સામે જોઇ દંગ રહી ગયા.

જ્યારે શિવજી એ પાર્વતીજી ને સમગ્ર વાત કહી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યા અને બોલ્યા કે તે મારો પુત્ર હતો.તમે ગમે તે કરીને મારા પુત્રને જીવીત કરો.મતની જીદ આગળ શંકરજી ધર્મસંકટમાં પડી ગયા.બરાબર એ જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો.શંકરજી એ હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવા સુદચતુર્થી ના દિવસે બની હતી.આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે.
જય શ્રી ગણેશ.



વ્‍યસનમૂકિત અને ગુટખા વિરોધી અભિયયાન
કડી તાલુકાના ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં મારા દ્વારા એક નવતર કાર્યક્રમ કરવામાં આવ્યો.આ કાર્યક્રમાં વ્યસનમૂક્તી માટે અભિયાન કરવામાં આવ્યુ.તે માટે સિવિલ હોસ્પિટલ,અમદાવાદ કેન્સર વિભાગમાંથી ગુટખા અને વ્યસનથી થતા રોગો અંગે જાણકારી આપતા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.વ્યસન છોડવા અંગેના સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા.વ્યસન છોડવા માટેના સરળ ઉપાયો સુચવવામાં આવ્યા અને એક પુસ્તીકા આપવામાં આવી. 
આમ છતાં દુ:ખની વાત એ છે કે મોટા ભાગના શિક્ષિત લોકો પણ આ કુટેવ છોડવા તૈયાર કેમ નથી હોતા. 




જન્માષ્ટમી આકાશ રેસીડેન્સી 


ભગવાના વિષ્ણુના ૧૦૦૦ નામ અને અર્થ ડાઉનલોડ પેજમાં જઇ જુઓ

રક્ષાબન્ધન 
 इसे समजो  ना रेशम का तार भैया मेरी राखी का मतलब है प्यार भैया  

                તારીખ : ૧/૭/૨૦૧૨ ના રોજ અમારી શાળામાં ભાઇ-બહેન ના પ્રેમ ના પ્રતીક સમા એવા રક્ષાબન્ધન તહેવારની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે બધાજ  વિદ્યાર્થીઓ એ અમારી શાળાની   વિદ્યાર્થીનીઓ પાસે રાખડીઓ બંધાવીને બહેનોને આશીર્વાદ સાથે ભેટ આપી.સામે બહેનોએ પણ ભાઇઓને દિર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી.આખી શાળામાં એક અલગ જ પ્રકારની લાગણી છ્લકાઇ રહી હોય તેવો મને અહેસાસ થતો હતો.



મારો છે મોર મોર કળા કરંતો મારો છે મોર.

મારી શાળાની સામે કળા કરતો મોર મારી પહેલી ફોટોગ્રાફી.


ઓન લાઇન ટી.એલ.એમ.વાપરવા માટે ડાઉનલોડ પેજમાં જાઓ.

ધોરણ ૬ થી ૮ માટે તાસ વહેચણીનો પરીપત્ર જોવા માટે ડાઉનલોડ પેજ ઉપર ક્લિક કરો

NEW  વૃક્ષારોપણ

દરવર્ષેની જેમ આ સાલપણ્ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ નિમિત્તે અમારી શાળામાં આશરે ૫૦ જેટલાં વ્રુક્ષો વાવવામાં અવ્યા.માત્ર વૃક્ષો વાવવામાં જ નથી આવતા પરંતુ તમામ બાળકો અને શિક્ષકો દરેક વ્રુક્ષને પોતાના મિત્રો ગણીને તેને પ્રેમથી ઉછેરે છે.આ વર્ષે શાળામાં ફુલ છોડ વધારે પ્રમાણમાં વાવવામાં અવ્યા. જેમાં મોગરો, ચમ્પો, ગુલાબ, જાસુદ, કેકટર્સ, તગર, અને આ ઉપરાંત આસોપલવ, સરગવો, ગુલમહોર, સેવન, કરંજ જેવા વ્રુક્ષો વાવવામાં અવ્યા. 

અહી છોડમાં રણછોડની ભાવનાથી વ્રુક્ષોની પુજા કરવામાં આવે છે.






અમારી દુનીયા એટલે કે સેડફા પ્રાથમીક શાળામાં તારીખ : ૧૪/૦૬/૨૦૧૨ ના રોજ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.આ પ્રવેશોત્સવમાં મુખ્યત્વે નીચેની ખાસ બાબતો હતી.

*  પ્રવેશોત્સવ માં માનનીય ડી.ડી.ઓ સાહેબશ્રી,મહેસાણા ઉપસ્થીત રહ્યા.
*  શાળામાં ગામના તમામ લોકો હાજર રહ્યા. 
*  ૧૦૦ % પ્રવેશીકરણ કરવામાં આવ્યુ.
*  નવીન બે રુમનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.
*  કડી તાલુકાની થીમ પ્રવ્રુતી દ્વારા શીક્ષણ અંતર્ગત પ્રદર્શન કક્ષ બનાવવામં આવ્યો.  
* વ્રુક્ષારોપણ કરવામાં આવ્યુ.
આ બાધી જ તસ્વીરો ફોટો ગેલેરીમાં આપ અહીં જોઇ શકશો.

આ ઉપરાન્ત અમારી શાળામાં કેટ્લીક વિશેષ સગવડો ઉપલબ્ધ કરાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. જેવી કે .....

* પીવાના પાણી માટે આર.ઓ.પ્લાન્ટ અને વોટર કુલર
* નાના બાળકો ને રમવા માટે લપસણી,હીંચકા,ચકરડી, જેવા સાધનો...
* કમ્પાઉન્ડમાં કલર પેવર બ્લોક.
* બાળકો માટે કમ્પ્યુટર... વગેરે ખરીદી માટે દાતાઓની જરુર છે. આશા છે કે તે ટુંક જ સમયમાં પુર્ણ થઇ જશે.
તારીખ ૧૮/૪/૨૦૧૨ થી ૨૦/૪/૨૦૧૨ ત્રણ દિવસ દરમ્યાન નાગલપુર કુમાર શાળા,મહેસાણા ખાતે
CRG તાલિમ વર્ગ યોજાયો.જેમાં મહેસાણા જિલ્લાના કડી,બેચરાજી,મહેસાણા અને ઉંઝા તાલુકામાંથી કુલ ૨૦૨ શિક્ષક ઉપસ્થિત રહ્યા.આ વર્ગો નીચે મુજબ ના હતા. આ તમામ વર્ગના સંચાલક તરીકેની કામગીરી તાલીમ ભવન,કુકસ ના લેક્ચરર બીન્દુબેન પટેલ એ સંભાળી હતી.


૧. મુલ્યાંકન

૨. ધોરણ-૫ ભાષા

૩.ધોરણ-૫ ગણિત વિજ્ઞાન

૪.ધોરણ-૬ થી ૮ ગણિત વિજ્ઞાન


તારીખ ૨/૪/૨૦૧૨ થી ૪/૪/૨૦૧૨ ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,(કુકસ),મહેસાણા ખાતે માસ્ટર ટ્રેનર્સ તાલિમ વર્ગ યોજાયો.જેમાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાંથી તમામ વિષયોમાં ૧-૧ શિક્ષક ઉપસ્થિત રહ્યા.આ વિષયો નીચે મુજબ ના હતા.

૧. મુલ્યાંકન અને મેનેજરીયલ

૨. સંગીત

૩.ચિત્ર અને કાર્યાનુભવ

૪.ગણિત વિજ્ઞાન

૫.ભાષા

૬.સામાજીક વિજ્ઞાન





3 comments:

  1. નમસ્કાર પીયુશભાઇ આપનું ઈમેલ જણાવશો.
    આભાર
    edu4gujarat@gmail.com

    ReplyDelete
  2. Hi,
    Earn Money from your blog/site
    I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income

    For more details:
    Contact us on: +91 9624770922
    Send your contact details on padma.kachhua.com@gmail.com

    ReplyDelete